સ્માર્ટફોત ખરીદવા જઈ રહ્યા છો ? તો આટલી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો

સ્માર્ટફોત ખરીદવા જઈ રહ્યા છો ? તો આટલી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો

આજકાલ માર્કેટમાં રોજ નવા નવા સ્માર્ટફોન લૉન્ચ થઈ રહ્યા છે,જેના કારણે લોકો અસમંજસમાં મુકાઈ જાય છે કે કયો ફોન લેવો અને કર્યો નહીં,આમ તો દરેક સ્માર્ટફોનની કોઈ ને કોઈ વિશેષતા હોય જ છે.છતાં કોઈ ફોન ખરીદતા પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખશો તો યોગ્ય ફોન ખરીદી શકશો.

             ફોનની બોડી હાલ બજારમાં મેટલ અને પ્લાસ્ટિકની સાથોસાથ ગ્લાસ કોટેડ ફોન પણ મળી રહ્યાં છે.એટલે સ્માર્ટફોન ખરીદતી વખતે તેમની બૉડી પર ચોક્કસ ધ્યાન આપો અને એવો જ ફોન ખરીદો જે હાથમાંથી પડી જાય તો પણ તેના તૂટી જવાનો ભય ઓછો હોય . મેટલ અને પ્લાસ્ટિકની બૉડીના ફોન ગ્લાસ કોર્ટેડ ફોનની સરખામણીમાં થોડા વધુ મજબૂત હોય છે .

             ડિસ્પ્લે જો તમે વીડિયો સ્ટ્રીમિંગ અને મોબાઈલ પર ફિલ્મો જોવાના શોખીન છો તો,સ્માર્ટફોન ખરીદતી વખતે તેના ડિસ્પ્લે પર પણ ધ્યાન આપવું જોઈએ.ફોન પર વીડિયો અને ફિલ્મ જોવા માટે ૫.૫ થી ૬ ઈંચ સુધીના એચડી ડિસપ્લેવાળો ફોન તમે ખરીદી શકો છો.જો રેગ્યુલર ઉપયોગ માટે ફોન લેવાનો હોય,તોપથી ૫.૫ ઈંચ સુધીનો ડિસપ્લે પણ સારો રહેશે.ફુલ HD અને કેમેરા આ પણ ખૂબ જ અગત્યનું છે.

           કોઈપણ સ્માર્ટફોન માટે પ્રોસેસર ખૂબ જ જરૂરી હોય છે .પ્રોસેસર જેટલું અપડેટેડ હોય તેટલો ફોનનો અનુભવ સારો રહે છે . તેનાથી ઈન્ટરનેટની સ્પીડ અને વીડિયો ગેમ રમવા સહિતની બાબતોમાં ઘણો ફરક પડે છે . પ્રોસેસર Qualcomm Snapdragon Processor હાલઘણું પ્રચલિત છે,કેમ કે તે સમયાંતરે અપડેટ કરતું રહે છે.આ સિવાય ગેમિંગના શોખીનો માટે Mediatek પ્રોસેસર પણ ઘણું સારું ગણાય . આ સિવાય ફોનનો કેમેરા પણ ચેક કરવો . જો તમે કેમેરાનું અપાર્ચર , આઈઓએસ લેવલ , પિક્સલ સાઈઝ અને ઓટોફોકસ જેવાં ફીચર્સને ધ્યાનમાં રાખીને ફોન ખરીદશો કો ફોટો અને વીડિયો ઘણાં સારા આવશે . બેટરી આજકાલ બજારમાં 6000mAh ની દમદાર બેટરીવાળા સ્માર્ટફોન પણ મળવા લાગ્યા છે . એટલે જો તમે ગેમ રમવા , લાઈવ વીડિયો જોવા અને એકથી વધુ ઍપ ડાઉનલૉડ કરીને તેનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે 5000-6000mAh ની બેટરી ધરાવતો સ્માર્ટફોન ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ . આ સિવાય સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને સ્ટોરેજનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.

Display:-6.80-inch
Processor:-Qualcomm Snapdragon 480+
RAM:-4/6 GB
Storage:-64/128GB
Battery Capacity:-5000mAh
OS:-Android 11
Resolution:-1080×2400 pixels

Best Phones under Rs. 15,000

Phones under Rs. 15,000 Price in India (as recommended)
Moto G51 Rs. 14,999
Infinix Hot 11S Rs. 10,999
Redmi 10 Prime Rs. 12,499
Realme Narzo 30 5G Rs. 14,999
Oppo K10 Rs. 14,990
Redmi Note 10 Rs. 12,999
Redmi Note 10S Rs. 14,999
Realme 9i Rs. 13,999
Samsung Galaxy F22 Rs. 12,499

Best Phones under Rs. 20,000

Phones under Rs. 20,000 Price in India (as recommended)
Vivo T1 5G Rs. 15,990
Moto G71 5G Rs. 18,999
Redmi Note 11T 5G Rs. 16,999
Realme 8s 5G Rs. 17,999
Moto G60 Rs. 17,999
Realme 8 Pro Rs. 17,999
iQoo Z3 Rs. 19,990

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *