PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.
12મા હપ્તાના પૈસા ક્યારે આવશે?
પીએમ કિસાનનો આગામી હપ્તો ટૂંક સમયમાં આવી રહ્યો છે. વાસ્તવમાં, આ યોજના હેઠળ, ખેડૂતોને વર્ષનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે. તે જ સમયે, ત્રીજા હપ્તાના પૈસા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. તે મુજબ પીએમ કિસાનનો 12મો હપ્તો આવતા મહિને ખેડૂતોના ખાતામાં આવી શકે છે.
આ રીતે મોકલવામાં આવે છે રુપિયા
એપ્રિલ- જુલાઈનો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે આપવામાં આવે છે.
ઓગસ્ટ- નવેમ્બરનો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી આપવામાં આવે છે.
ડિસેમ્બર- માર્ચનો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ દરમિયાન લાભાર્થીને મોકલવામાં આવે છે.
કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના 11 હપ્તા રીલિઝ કર્યા છે અને છેલ્લો હપ્તો 31 મે 2022ના વિતરિત કરવામાં આવ્યો હતો.
આ રીતે પીએમ કિસાન યોજના હેઠળ ચેક કરી શકો તમારા હપ્તાનું સ્ટેટસ
- સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટ પર જાવ
- આ વેબસાઈટમાં ‘Farmers Corner’ ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમે Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો.
- જે બાદ ખેડૂત પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલી જાણાકારી જેમ કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત વગેરે માહિતી ભરો.
- જે બાદ Get Reportના ઓપ્શન પર ક્લિક કરો.
- જે બાદ ખેડૂત સામે આવેલા લિસ્ટમાં પોતાના હપ્તા અંગેના સ્ટેટસને ચેક કરી શકો છો.
હેલ્પ લાઈન નંબર–>
જો ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો તેઓ ટોલ-ફ્રી નંબર 155261 કોલ કરી શકે છે અથવા 1800115526, 011-23381092, 011-23382401 ડાયલ કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોની વધુ સવલત માટે આપવામાં આવેલ નવી હેલ્પ લાઈન નંબર 011-24300606 પર પણ સંપર્ક સાધી શકે છે. તેમજ ઈ-મેઇલ દ્વારા pmkisan-ict@gov.in પરથી પણ રજૂઆત કરી શકે છે.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.