આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. તેઓ રાત્રી દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
બીજા દિવસે તારીખ 12 સપ્ટેમ્બર, 2022 ના રોજ અરવિંદ કેજરીવાલ સવારના 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં તે ભાગ લેવાના છે. ત્યારબાદ બપોરના 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ પણ લેશે.
અરવિંદ કેજરીવાલ તારીખ 13 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે નેતાઓ અને કાર્યકરો જોડે ચર્ચા કરશે અને એ જ દરમિયાન નવા જોઈનીંગ પણ કરશે, બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે. અને ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે4 વાગ્યે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે