What now after 12th

ધોરણ : ૧૨ સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ બાદ ‘હવે શું કરવું?’

ધોરણ : ૧૨ સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ બાદ હવે શું કરવું?

સામાન્ય પ્રવાહના અભ્યાસના આ ૨ વર્ષ દરમિયાન તમને કયા વિષયનો અભ્યાસ કરવો વધુ ગમ્યો ? તમને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં રસ છે ?

ધોરણ : ૧૨ સામાન્ય પ્રવાહને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય.

I.વાણિજ્ય પ્રવાહ (કોમર્સ)
II.વિનયન પ્રવાહ (આર્ટ્સ).

આ બન્ને પ્રકારના પ્રવાહમાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો, ડિપ્લોમા અભ્યાસક્રમો, ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો, પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશન કક્ષાના ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો, પ્રોફેશનલ અભ્યાસક્રમો વગેરે પ્રકારની કારકિર્દીની તકો રહેલી છે.જેમાંથી કેટલાંક મહત્ત્વના વિકલ્પો છે. ધોરણ : ૧૨ (HSC) સામાન્ય પ્રવાહ (કોમર્સ /આર્ટ્સ )ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીમિત્રોને આ ઉપયોગી બની રહેશે…

ધોરણ : 12 સામાન્ય પ્રવાહ

I. વાણિજ્ય પ્રવાહ (કોમર્સ)

A) ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો :
B.Com, B.B.A, B.C.A., B.Sc. (IT), B.A. (AJ & MC) / B.J.M.C., B.Sc. (યોગા),B.P.A., B.Music, B.P.Ed., / B.P.E.S.,B.Sc. / B.B.A. (Sports), B.Com. (Hons.),B.B.A. (IT + મેનેજમેન્ટ), B.B.A.(ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ), B.Voc.,B.I.D.,B.Sc. (ફેશન કમ્યૂનિટી), BRS / BSW,B.B.A. (હોટલ મેનેજમેન્ટ), B.Sc.(ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ), B.Des., B.Arch.,BSc (FC Sci)/F & N), BFA, B.A. (Hons.),BA (P & I.R.), B.A. ફોરેન લેંગ્વેજ), B.L.I.S.,B.A. (ફિલ્મ સ્ટડીઝ / પબ્લિક પોલિસી),B.Sc. (નર્સિંગ), B.E.M.,ઓપન યુનિ. ના ડિગ્રી અભ્યાસક્રમો વગેરે.

B) ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો :
M.B.A., M.Sc. (C.A. & I.T. / સાયબરસિક્યોરીટી / IMS), M.Com. M.C.A. B.A./ B.Com. / B.B.A. + LL.B., M.Sc. (A.I. /A.S. / D.S.), M.P.A., M.Sc. (હોસ્પિટાલિટીમેનેજમેન્ટ), M.S.W., M.Des., વગેરે

C) પ્રોફેશનલ અભ્યાસક્રમો :
C.A., C.S., CMA., CFA., CIMA, ACCA,B.Com. + ACCA., CPA., CFP, AS વગેરે.

D) ડિપ્લોમા અભ્યાસક્રમો :

E) સર્ટિફિકેટ અભ્યાસક્રમો :

F) I.T.I. અભ્યાસક્રમો :

 

II. વિનયન પ્રવાહ (આર્ટ્સ)

A) ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો :
B.A., B.A / B.Sc. (હોમ સાયન્સ), B.C.A.,B.Sc. (IT), B.A. (AJ & MC) / B.J.M.C.,B.Sc. (યોગા), B.R.S / B.S.W., B.P.A.,B.Music, B.P.Ed.,/B.P.E.S., B.A. (Hons.)B.B.A. (IT + મેનેજમેન્ટ), B.Voc., B.I.D.,B.Sc. (ફેશન કમ્યૂનિટી), B.Des., B.Arch.,B.Sc. (F.C. Sci.) / F & N), B.F.A.,B.A. (Hons.), B.A. (P & I.R.),B.A. ફોરેન લેંગ્વેજ), B.L.I.S.,B.A. (ફિલ્મ સ્ટડીઝ / પબ્લિક પોલિસી),B.Sc. (નર્સિંગ), B.E.M.,ઓપન યુનિ. ના ડિગ્રી અભ્યાસક્રમો વગેરે.

B) ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો :
M.A. / B.A. + B.Ed., M.Sc., (C.A. & I.T./ સાયબર સિક્યોરિટી / IMS), M.A. / M.C.A.,M.P.A., M.Sc (હોસ્પિટાલિટી મેનેજમેન્ટ), વગેરે




C) ડિપ્લોમા અભ્યાસક્રમો :

D) સર્ટિફિકેટ અભ્યાસક્રમો :

E) I.T.I. અભ્યાસક્રમો :

I. વાણિજ્ય પ્રવાહ (કોમર્સ) :

A) ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો :મુદત : ૩ / ૪ વર્ષ (૬ / ૮ સેમેસ્ટર) : ગ્રેજ્યુએશન(ડિગ્રી) કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવા ઇચ્છુકો 3 ને બદલે 4 વર્ષના અભ્યાસક્રમો પસંદ કરતા હોય છે.

B) પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશન કક્ષાના ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો :
1. M.B.A. (માસ્ટર ઓફ બિઝનેસએડમિનિસ્ટ્રેશન) 2. M.Sc. (C.A.I.T.) (M.Sc. ઈન કમ્પ્યૂટર
એપ્લિકેશન એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી) :M.Sc. (I.T.) 3. B.Com. + LL.B  4. B.A. + LL.B.  5. B.B.A. + LL.B. 6. B.B.A. / B.Com. (Hons.) + M.B.A.(માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) :આ અભ્યાસક્રમના કુલ 5 વર્ષ પૈકી 3 વર્ષ ભારતમાં (B.B.A. / B.Com.) અને બાકીના 2 વર્ષ (MBA) વિદેશમાં ભણવાનું હોય છે. 7. M.Com. (માસ્ટર ઓફ કોમર્સ) : 8. M.C.A. (માસ્ટર ઈન કમ્પ્યૂટર એપ્લિકેશન) : 9. M.Sc. (A.S.), 10. M.Sc. (A.I.) અને 11. M.Sc. (D.S.) (માસ્ટર ઓફ સાયન્સ ઈન એકચ્યુરિયલ સાયન્સ / આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ / ડેટા સાયન્સ ) : 12. M.Sc. – I.T. (સાયબર સિક્યોરિટી): & 13. M.Sc. – I.T. (IMS) (ઈન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ સર્વીસ) : 14. M.P.A. (માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ) : 15. M.Sc. (હોસ્પિટાલિટી મેનેજમેન્ટ) : અને 16. M.S.W. (માસ્ટર ઓફ સોશિયલ વેલફેર) :

C) પ્રોફેશનલ અભ્યાસક્રમો :
1. C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) : 2. C.S. (કંપની સેક્રેટરી) : 3. C.M.A. (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ): 4. C.F.A. (ચાર્ટડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ) : અમેરિકાના ચાર્ટડ એકાઉન્ટન્ટ 5. C.I.M.A. (ચાર્ટડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ) : 6. A.C.C.A. (એસોશિએશન ઓફ ચાટર્ડસર્ટિફાઈડ એકાઉન્ટસ) : 8. C.P.A. (સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ) : 9. C.F.P. (સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર) : 10. એકચ્યૂરિયલ સાયન્સ :

D) ડિપ્લોમા અભ્યાસક્રમો :
વિવિધ પ્રકારના 200 થી વધુ ડિપ્લોમા અભ્યાસક્રમો પૈકી (1) DIPS (ડિપ્લોમા ઈન પોલીસ સાયન્સ)
 (2) ડિપ્લોમા ઈનએપ્લાઈડ આર્ટ – ડાન્સ, ડ્રામા

E). સર્ટિફિકેટ અભ્યાસક્રમો :
અનેક સર્ટિફિકેશન અભ્યાસક્રમો પૈકી રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રિવેન્શન એન્ડ ઈન્વેસ્ટિગેશન ફોટોગ્રાફી, NSE સર્ટિફિકેશન

F) ITI ના રોજગારલક્ષી અભ્યાસક્રમો : NCVT તેમજ GCVT પેટર્નના ITI કોર્સિસની
માહિતી માટે સંપર્ક : http://itiadmission.guj.in અને www.talimrojgar.org

II. વિનયન પ્રવાહ (આર્ટ્સ) બાદના અભ્યાસક્રમો :

A) ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો : મુદત : 3 / 4 વર્ષ (6 / 8 સેમેસ્ટર) : ગ્રેજ્યુએશન (ડિગ્રી) કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવા ઇચ્છુકો 3 ને બદલે 4 વર્ષના અભ્યાસક્રમો પસંદ કરતા હોય છે.
1. B.A. (બેચરલ ઓફ આર્ટ્સ) :
આ અભ્યાસક્રમ વિનયન / આર્ટ્સ સ્ટ્રીમનો સૌથી વધુ સંખ્યા ધરાવતો, સૌથી વધુ લોકપ્રિય અભ્યાસક્રમ છે. સામાન્ય રીતે 3 વર્ષની મુદત ધરાવતો આ અભ્યાસક્રમ ઓનર્સ(Hons.)ની પદવી સાથે કેટલીક યુનિવર્સિટીમાં 4 વર્ષની મુદત પણ ધરાવે છે. આ અભ્યાસક્રમમાં વિવિધ વિષયોરૂપી અનેક વિકલ્પો મળી શકે છે. આ અભ્યાસક્રમ ભવિષ્યમાં કે ગ્રેજ્યુએશન બાદ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને સરકારી /અર્ધસરકારી નોકરી મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તથા શાળા / કોલેજ / યુનિવર્સિટી કક્ષાએ શૈક્ષણિક – બિન શૈક્ષણિક કર્મચારીરૂપી રોજગારી મેળવવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ અભ્યાસક્રમમાં મળતા વિવિધ વિષયો 2. B.A. /B.Sc. (હોમસાયન્સ) :3. B.C.A., 4. B.Sc. (I.T.), 5. B.Sc. (યોગા),6. B.J.M.C. / B.A. (જર્નાલિઝમ),7. B.R.S. અને B.S.W.,8. B.P.A. / B. Music,9. B.P.Ed. / B.P.E.S.,12. B.Sc. / B.B.A. (સ્પોર્ટ્સ મેનેજમેન્ટ),10. B.A. (ઓનર્સ) (લિબરલ સ્ટડીઝ / લિબરલ આર્ટ્સ),11. B.I.D. (ફેશન કમ્યૂનિટી),12. B.Sc. (F. & N.), 13. B.L.I.S., 14.B.F.A., 15. B.Voc.,16. B.A. (ફિલ્મ સ્ટડીઝ / પબ્લિક પૉલિસી /એપ્લાઈડ ઈકોનોમિક્સ / પોલિટિક્સ એન્ડ I.R./ સિક્યોરિટી મેનેજમેન્ટ),17. B.Sc. (નર્સીંગ),18. ઓપન યુનિવર્સિટી – IGNOU અનેB.A.O.U.ના ડિગ્રી અભ્યાસક્રમો વગેરેની વિગતો વાણિજ્ય પ્રવાહમાં આપેલ છે.

B. પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશનકક્ષાના ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો :
1. M.A. (માસ્ટર ઓફ આર્ટ્સ) અને 2. M.A. (સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ પોલિટિક્સ): 3. B.A. + B.Ed. : (બેચલર ઓફ આર્ટ્સ +
બેચલર ઓફ એજ્યુકેશન) : 4. M.Sc. (C.A. & I.T.), 5. B.A. + LL.B., 6. M.P.A. : 7. ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો :(અભ્યાસક્રમ નંબર 4 થી 7 ની વિગતો આગળ વાણિજ્ય પ્રવાહમાં આપેલ છે.)

C) ડિપ્લોમા અભ્યાસક્રમો :
(અગાઉ વાણિજ્યપ્રવાહમાં કરેલ ચર્ચા મુજબ)
D) સર્ટિફિકેટ અભ્યાસક્રમો :
(અગાઉ વાણિજ્યપ્રવાહમાં કરેલ ચર્ચા મુજબ)
E) ITI અભ્યાસક્રમો :
(અગાઉ વાણિજ્યપ્રવાહમાં કરેલ ચર્ચા મુજબ)

ધોરણ : 12 સામાન્ય પ્રવાહ બાદ પ્રીમિયરઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે કાયદાના ફિલ્ડની CLAT, AILETC, મેનેજમેન્ટ ફિલ્ડની IPM – AT, UGAT, SET, NPAT તેમજ ડિઝાઈનિંગ ફિલ્ડની DAT, UCEED, GAT, UID, Nirma-ET વગેરે જેવી કોમ્પિટિટિવ તેમજ એન્ટ્રસ ટેસ્ટના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

વિજ્ઞાન પ્રવાહ

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં ગ્રૂપ “A” ના વિદ્યાર્થીઓનું મૂળ સ્વપ્ન પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ કે સંસ્થામાં અભ્યાસ કરવાનું હોય છે.આથી ટકાવારી ઓછી હોય તો પણ વિદ્યાર્થીએ ફોર્મ તો ભરવાનું જ હોય છે. ગુજરાત રાજ્યની કોલેજો માટે કેન્દ્રીય પદ્ધતિ અનુસાર પ્રવેશ પ્રક્રિયા થાય છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ (ટેકનિકલ)પ્રવેશ પ્રક્રિયા ઓન લાઈન છે.

ડિપ્લોમા :
જો ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ શક્ય ન હોય અને જો ધોરણ-૧૦ માં સારા ટકા હોય તો ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ લઇ ડિપ્લોમા ડિગ્રી મેળવ્યા બાદ પોસ્ટ ડીપ્લોમા ડિગ્રી કોર્સ પણ કરી શકાય. કેટલીક કોલેજો આવો અભ્યાક્રમ પાર્ટ-ટાઈમ પણ ચલાવે છે. સ્વાભાવિક રીતે જ ડીગ્રીમાં સીટોની સંખ્યા કરતાં ડિપ્લોમા અભ્યાક્રમની સીટની સંખ્યા વધારે હોય છે. ડિપ્લોમા અભ્યાક્રમના ત્રણ વર્ષ પછી રોજગારીની શક્યતાઓ ઘણી વધી જાય છે.ડિપ્લોમામાં પ્રવેશ ધોરણ-૧૦ના આધારે અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. ગુજરાત પોલિટેકનિક કોલેજોમાં અનેકવિધ અભ્યાસક્રમો ચાલે છે. આ બધા અભ્યાસક્રમો ત્રણ થી સાડા ત્રણ વર્ષના સમયગાળાનાં છે.પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી એડમિશન લઈ શકાય. www.gtu.edu.in

• “B” ગ્રૂપવાળા વિદ્યાર્થીઓ માટે તબીબી ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો છે. ઓછા ટકાવાળા માટે પણ ઘણી તકો છે. આયુર્વેદ BAMS તથા હોમિયોપેથી BHMS માં પ્રવેશ માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ છે. વેબસાઈટ www.medadmbjme.in નર્સિંગનો અભ્યાક્રમ પણ સેવા સાથે રોજગારની તક પૂરી પાડનારો છે. B.SC. IN NURSING કરવા માટે કોમન એડમિશન ફોર્મ ભરવાનું હોય છે.બહેનો માટે સહજ રીતે સેવા અને કરુણા પ્રદર્શિત કરનારા વ્યવસાયમાં ભાઈઓ પણ સરસ રીતે કાર્ય કરી શકે છે.સરકારી નોકરી ઉપરાંત ખાનગી દવાખાનામાં અને
વિદેશ જવાની ઇચ્છાવાળા માટે પણ અહીં તકો છે.

• તબીબી ક્ષેત્રે :
“એ” તથા “બી” ગ્રૂપવાળા વિદ્યાર્થીઓ માટે કેટલાક વિશિષ્ટ કોર્સ મળે છે. જેવા કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી. સમયમર્યાદા ૩ વર્ષ. • ઓક્યુપેશનલ થેરાપી:સમયગાળો ૪ વર્ષ ૬ માસ • ડિપ્લોમા ઇન ઓપ્થેલમિક ટેકનોલોજી કોર્સ:સમયગાળો ૨ વર્ષ. • બી.એસ.સી. મેડિકલ લેબ ટેકનોલોજી :સમયગાળો ૩ વર્ષ,• બી.એસ.સી. રેડિયોલોજી :સમયગાળો ૩ વર્ષ,• બી.એસ.સી. કાર્ડિઓ ટેકનોલોજીસમયગાળો ૩ વર્ષ, • બી.એસ.સી. ઓપરેશન થિયેટર
ટેકનોલોજી સમયગાળો ૩ વર્ષ • M.SC., MLT:-૩ થી ૪ વર્ષ
• ડાયાલિસીસ ટેકનીશીયન ૧ વર્ષનો • બી.એસ.સી. ડાયાલિસીસ ટેકનોલોજી • ઈકો. કાર્ડિયોગ્રામ આસિસ્ટન્ટ:૧ વર્ષ
• બી.વી.એસ. સી. (વેટરનરી) સમયગાળો : ૫ વર્ષ, B ગ્રૂપ જરૂરી આણંદ,દાંતીવાડા, નવસારી, જૂનાગઢમાં
• સેનેટરી ઇન્સ્પેકટર:એક વર્ષના આ અભ્યાસક્રમમાં આગળ અભ્યાસની તેમજ નોકરીની બહોળી તકો પ્રાપ્ય છે. સરકારી, અર્ધ-સરકારી, હેલ્થ સેન્ટર, પોર્ટ, નામાંકિત હોટેલો, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રે રોજગારીની તકો છે.
• નેચરોપેથી નેચરોપેથી દ્વારા શરીરને સ્વસ્થ રાખવાની આવશ્યકતા હવે આધુનિક માનવ સમજી ગયો છે. આથી કુદરતી ઉપચાર પદ્ધતિનાં ડૉક્ટર પણ બની શકાય • બાયો ટેકનોલોજી ક્ષેત્રે

ધોરણ – ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે અનેક વિકલ્પો રહેલા છે. આ તમામ વિકલ્પોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.
(૧) મેડિકલ (૨) ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો (૩) આર્કિટેકચર (૪) ફાર્મસી અભ્યાસક્રમો (૫) કૃષિક્ષેત્રના અભ્યાસક્રમો (૬)પ્રોફેશનલ નર્સિંગ અને એલાઈડ એજ્યુકેશનલ કોર્સ (૭) ડિપ્લોમા અભ્યાસક્રમો (૮) શિક્ષણ ક્ષેત્રે (૯) સ્નાતક અભ્યાસક્રમો (૧૦) અન્ય

(૧) મેડિકલ

મેડિકલ ક્ષેત્રના કોર્સ નીચે મુજબ છે
(૧) MBBS : બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી
(૨) BDS : બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
(૩) BAMS : બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી
(૪) BHMS : બેચલર ઓફ હોમિઓપેથિક મેડિસિન
એન્ડ સર્જરી




(૨) ડિગ્રી એન્જિનિયરિગના અભ્યાસક્રમો :

સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ,કેમિકલ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કોમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બાયો – મેડિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી, બાયો – મેડિકલ એન્જિનિયરિંગ, બાયો ટેકનોલોજી, મેકાટ્રોનિક્સ, પ્રોડ્રક્શન એન્જિનિયરિંગ, કન્સ્ટ્રકશન ટેકનોલોજી અને મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક ટેકનોલોજી, મેટલર્જી, રબર ટેકનોલોજી, ટેક્સટાઈલ એન્જિનિયરિંગ, ટેક્સટાઈલ પ્રોસેસિંગ, ટેક્સટાઈલ ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ઇરિગેશન અને વોટર મેનેજમેન્ટ.

(૩) આર્કિટેકચર :
બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch ), બેચલર ઓફ ઈન્ટિરીયર ડિઝાઈન (BID) બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી (B.C.T), બેચલર ઓફ આર્કિટેકચર અને ઈન્ટીરિયર ડિઝાઈન (B.Arch અને I.D)

(૪) ફાર્મસી અભ્યાસક્રમો :
(૧) બેચલર ઓફ ફાર્મસી (B.Pharm) (૨) ડિપ્લોમા ઇન ફાર્મસી(D.Pharm)

(૫) કૃષિક્ષેત્રના અભ્યાસક્રમો :

• ગ્રૂપ : A માટે અભ્યાસક્રમો નીચે મુજબ છે
(૧) બી.ટેક (એગ્રિકલ્ચરલ એન્જિનિયરિંગ) (૨) બી.ટેક (રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ) (૩) બી.ટેક (ડેરી ટેકનોલોજી) (૪) બી.ટેક (ફૂડ ટેકનોલોજી) (૫) બી.ટેક (એગ્રિકલ્ચરલ ઇન્ફર્મેશન ટેકનોલોજી)

• ગ્રૂપ : B માટે અભ્યાસક્રમો નીચે મુજબ છે.
(૧) બી.એસસી.(ઓનર્સ) એગ્રિકલ્ચર (૨) બી.એસસી.(ઓનર્સ) હોર્ટિકલ્ચર (૩) બી.એસસી.(ઓનર્સ) ફોરેસ્ટ્રી (૪) બી.એસસી.(ઓનર્સ) હોમસાયન્સ (૫) બી.એસસી. ફિશરિઝ સાયન્સ (૬) બી.એસસી ફૂડ ક્વૉલિટી ઈન્સ્યોરન્સ (૭) બી.એસસી બાયો કેમેસ્ટ્રી (૮) બી.એસસી માઈક્રો બાયોલોજી (૯) એગ્રી બાયો ટેક.

(૭) ડિપ્લોમા અભ્યાસક્રમો :સિવિલ, મિકેનિક, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, માઈનિંગ, પ્લાસ્ટિક, કોમ્પ્યૂટર, પ્રિન્ટિંગ, ટેકનોલોજી, સિરામિક ટેકનોલોજી, મેટલર્જી, ટેક્સટાઈલ મેન્યુફેકચરિંગ,ટેક્સટાઈલ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઇન્ફર્મેશન ટેકનોલોજી, ઈન્સ્ટ્રુમેન્ટેશન અને કન્ટ્રોલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, મેકાટ્રોનિક્સ, ફેબ્રિકેશન ટેકનોલોજી, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ




Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *