ગ્રીષ્મઋતુ શરૂ થવાની સાથે જ ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦-૪૧ ડીગ્રી સુધી વધ્યો છે,જે હજુ વધવાની શક્યતાઓ છે.ગુજરાતી પ્રજાને કાળઝાળ ગરમી સહન કર્યા વગર છૂટકો નથી.ભારે ઉનાળામાં વધુ પડતી હીટવેવ મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક છે.ગરમી વધવાની સાથે સન સ્ટ્રોક (લૂ લાગવી)ના કેસો વધી જાય છે.ઘણી વાર સમયસર સારવાર અને તકેદારી ન રાખવામાં આવે તો લૂ ઘાતક પણ બની શકે છે
લૂ લાગવી(સન સ્ટ્રોક)એટલે શું?વધુ પડતી ગરમીના સંપર્કમાં સતત રહેવાના કારણે શરીરમાં પાણીનો ભાગ ઘટી જાય છે(ડી હાઈડ્રેશન),જેના કારણે સતત ગરમીમાં પણ પરસેવો આવવાનું બંધ થઈ જાય છે.ઊંચા તાપમાનના કારણે શરીરની ગરમી બહાર કાઢવાની ક્ષમતા કરતાં ભારે શરીરને વધારે ગરમી મળે છે ત્યારે લૂ લાગવી(સન સ્ટ્રોક)એમ સમજવામાં આવે છે.મેડિકલ ભાષામાં કહીએ તો તાપમાનનું નિયમન કરતી વ્યવસ્થા ડિસ્ટર્બ થાય છે.હીટ ઓવરલોડ અને તેની સામે થર્મો રેગ્યુલેટરી મિકેનિઝમનું ફેલ્યર.શરૂઆતમાં દર્દીને Heat Ex haustion નાં લક્ષણો દેખાય છે ત્યારબાદ તકેદારી કે સારવાર ન મળતાં તે Sun Stroke કે Heat Stroke માં આગળ વધે છે.સનસ્ટ્રોકના તબક્કાને બે ભાગમાં વહેંચી શકાય છે
૧. Heat Exhaustion : લૂથી શરૂઆતનું સ્ટેજ કરી શકાય, જેની યોગ્ય સારવાર થતાં રિકવરી આવે છે.
ચિહ્નો અને લક્ષણો :
• ખૂબ જ પરસેવો વળવો સાથે પાણીની તરસ લાગવી.
• શરીરનું તાપમાન વધવું સાથે માથાનો દુખાવો અને ચક્કર આવવાં.
• ડીહાઈડ્રેશનનાં લક્ષણો સાથે BP માં નોંધપાત્ર ઘટાડો.
• પેશાબ ઓછો થવો અને પીળાશ પડતો થવો.
• કમજોરી – lethargy
• શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી બનવી ( Fast & Shallow Respiration )
• સ્નાયુમાં ખેંચાણ થવું ( Cramps )
૨. Heat Stroke :
આ એક ઈમરજન્સી મેડિકલ કન્ડિશન છે જેમાં શરીરનું તાપમાન ૧૦૩ થી ૧૦૪ ઉપર રહે છે.તેની અસર શરીરનાં તમામ અગત્યનાં અંગો જેમ કે કિડની, લિવર, સ્નાયુઓ, હાર્ટ, બેન ઉપર થાય છે . ( Multiorgan Dysfunc tion )
Heat Exhaustion ના કરતાં આનાં લક્ષણો અને ચિહ્નો વધારે તીવ્રતાવાળાં હોય છે જેમ કે,
• શરીરનું તાપમાન સતત ૧૦૩ થી ૧૦૪ થવું , દર્દીની ચામડી સૂકી અને ગરમ.
• પાણીની ખૂબ તરસ લાગવી.
• ઝડપી અને ઊંડા શ્વાસ ( Tachypnea ) અને High pulse rate ઘટેલું બ્લડપ્રેશર
• સદંતર પેશાબ બંધ થઈ જવો
• દર્દી બબડાટ કરે,માનસિક અવસ્થા અર્ધજાગ્રત તથા બેભાન
• કિડની,લિવર,મગજ,સ્નાયુઓના કામકાજ પર અસર થવી.
નોંધનીય છે કે કેસીસની severity પ્રમાણે ઉપરોક્ત લક્ષણો જોવા મળે છે.
લૂ લાગવાથી બચવાના સામાન્ય ઉપાયો કયા છે?
• દિનચર્યા એવી ગોઠવો કે શારીરિક કામ બહારનું હોય તો વહેલી સવારે અથવા સાંજે કરવું અને અનિવાર્ય હોય તો શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે ORS,લીંબુ શરબત,નારિયેળનું પાણી લઈને નીકળવું.
• ગરમીમાં બને ત્યાં સુધી વધુ તરસ્યા અને ભૂખ્યા રહેવાનું ટાળવું.
• ખૂલતાં સુતરાઉ સફેદ કે આછા રંગનાં કપડાં પહેરવાં.
• બાળકો અને વૃદ્ધોએ વધુ પડતાં કપડાંનું આવરણ રાખવું તેમજ High Risk લોકોએ તડકામાં એક ધાર્યું કામ કર્યા કરતાં વચ્ચે થોડો વિરામ રાખવો.
• વધુ પડતાં કેફી પદાર્થો,આલ્કોહોલનું સેવન ન કરવું.
સનસ્ટ્રોકના દર્દીને પ્રાથમિક સારવાર શું આપવી ?
• સૌપ્રથમ દર્દીનો કેસ હિસ્ટ્રી જાણી લક્ષણો પારખી,તેને Heated Environment માંથી બહાર કાઢી છાંયડાવાળી કે ઠંડકની જગ્યા શિફ્ટ કરી Elevated leg position માં મૂકી મેડિકલ ડૉક્ટરનો સંપર્ક કરવો.
• દર્દીનાં કપડાં ઢીલા કરો તેના પર ઠંડા પાણીનો છંટકાવ કે પોતાં મૂકી શરીરનું તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરવો. ICE PACKS કે SPONGING કરી શકાય.
• ડીહાઈડ્રેશનને રિકવર કરવા દર્દી જો ભાનમાં હોય તો તેને ORS કે પ્રવાહી આપવાની શરૂઆત કરી ત્યારબાદ Intrave nous Fluids મેડિકલ ડૉક્ટરના નેજા હેઠળ ચાલુ કરી શકાય . હીટસ્ટ્રોક એ પ્રિવેટેબલ કન્ડિશન પૂરતી તકેદારી રાખી બચાવના સામાન્ય પગલાં લઈ તેને ચોક્કસ અટકાવી શકાય.
વધુ પડતી ગરમીના સંપર્કમાં સતત રહેવાના કારણે શરીરમાં પાણીનો ભાગ ઘટી જાય છે(ડી હાઈડ્રેશન),જેના કારણે સતત ગરમીમાં પણ પરસેવો આવવાનું બંધ થઈ જાય છે.
લૂ લાગવાની શક્યતાઓ કોને વધારે છે?કોઈ પણ વ્યક્તિને સનસ્ટ્રોક થઈ શકે છે,તેમ છતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકો વધુ કલાક માટે ડાયરેક્ટ હીટના સંપર્કમાં આવે છે.જેમ કે,ખેતીકામ કરતાં કે મજૂરી કરતા વર્કર્સ,સેલ્સમેન,નાનાં બાળકો,વૃદ્ધ વ્યક્તિઓ,ડાયાબિટીસવાળા દર્દી અથવા જે લોકો સતત કલાકો સુધી ગરમીના Exposure કે લૂથી ટેવાયેલા નથી તેમને જોખમ વધુ છે.જેમને પાચનતંત્રની કોઈ ગરબડ જેમ કે,ડાયેરિયા કે ગેસ્ટ્રોએન્ટ્રાઈટી તેમજ નાનાં બાળકો,વૃદ્ધો અને સશક્તોને સનસ્ટ્રોકની શક્યતા વધુ રહે છે.