What happens in 1 minute in the world of internet

ઈન્ટરનેટની દુનિયામાં ૧ મિનિટમાં શું શું થાય છે?

૧ મિનિટમાં તમે શું શું કરી શકો છો ? એક નાનકડો ઈ – મેલ કરી શકો છો ? એક ઍપ ડાઉનલોડ કરી શકો છો ? હવે વિચારો કે , જો લાખો લોકો એક સાથે આ બધું કરી રહ્યાં હોય તો ૧ મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં શું શું થઈ રહ્યું હશે ?




ઈ – મેઇલ
એક મિનિટમાં દુનિયાભરમાં ૧૮ કરોડ પર્સનલ અને ઓફિશિયલ ઈ – મેલ મોકલવામાં આવે છે . Gmail ઉપરાંત આઉટલૂક , યાહૂ અને એઓએલ પણ ઘણાં લોકપ્રિય છે.

યૂટ્યૂબ
દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યૂટ્યૂબ પર દર મિનિટે ૪૫ લાખ વીડિયો જોવાય છે . ગીતો સાંભળવા માટે પણ લોકો યુટ્યૂબનો જ સૌથી વધુ ઉપયોગ કરે છે .

ફેસબૂક
દર મિનિટે ફેસબૂક પર ૧૦ લાખ લોકો લોગઈન કરે છે . વિચારો , ૬૦ સેકન્ડમાં આટલા બધાં લોગઈનને સંભાળવા માટે કેટલા મોટા સર્વરની જરૂર પડતી હશે ?

ઈન્સ્ટાગ્રામ
અહીં ૧ મિનિટમાં અપલોડ થનારા ફોટાની સંખ્યા છે. ૩ , ૪૭ , ૨૨૨ માત્ર ફોટો શૅરિંગ માટેના આ લોકપ્રિય પ્લેટફોર્મને ૨૦૧૨ માં ફેસબુકે ખરીદી લીધું હતું .

નેટફિલક્સ
અહીં દર ૧ મિનિટે કુલ ૬,૯૪,૪૪૪ કલાકના વીડિયો જોવાય છે . ૨૦૧૬ માં ભારતમાં લૉન્ચ થયા પછી નેટફ્લિક્સ દેશમાં ઝડપથી લોકપ્રિય થયું છે .

વોટ્સઍપ
એક મિનિટમાં વોટ્સઍપ પર ૪.૧ કરોડ મેસેજ મોકલવામાં આવે છે . સૌથી વ્યસ્ત સમય નવા વર્ષની સાંજનો હોય છે જ્યારે આખી દુનિયા એકબીજાને હેપી ન્યૂ યર કહેવા માંગતી હોય છે .




ગૂગલ
આ સર્ચ જાયન્ટ આગળ દુનિયાનું બીજું કોઈ સર્ચ એન્જિન ક્યારેય ટકી શક્યું નથી . ગૂગલ પર દર મિનિટે ૩૮ લાખ સર્ચ થાય છે અને છતાં તેનું સર્વર ક્રૅશ નથી થતું .

ટ્વિટર
એક મિનિટમાં અહીં ૮૭ , ૫૦૦ ટ્વિટ થાય છે . ફેસબૂકની તુલનાએ ભારતમાં તેને ઓછી સફળ ગણવામાં આવે છે પરંતુ સામાજિક મુદ્દાઓ પર ટ્વિટરના હૅશટેગ આજે પણ તેને લોકપ્રિય બનાવે છે.
એપ સ્ટોર ગૂગલ પ્લે અને ઍપલ પ્લે સ્ટોરની મળીને દર ૧ મિનિટે ૩,૯૦ લાખ ઍપ ડાઉનલોડ થાય છે . અહીં ગીતો સાંભળવાથી લઈને રેસિપી અને ખરીદી કરવા સુધીની દરેક બાબત માટેની ઍપ ઉપલબ્ધ છે.

ઓનલાઈન શૉપિંગ
દર મિનિટે ઈન્ટરનેટની દુનિયામાં શૉપિંગ પાછળ અંદાજે ૧૦ લાખ ડૉલર ખર્ચ કરવામાં આવે છે . અમેરિકામાં એમેઝૉન પછી ઈબે અને વૉલમાર્ટ સૌથી મોટી ઑનલાઈન શૉપિંગ કંપનીઓ છે .




Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *