vhali-dikari-yojana-gujarat

વ્હાલી દીકરી યોજના ગુજરાત -Vhali Dikari Yojana Gujarat

વ્હાલી દીકરી યોજના ગુજરાત -Vhali Dikari Yojana Gujarat

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 1,10,000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા—-> અહીં ક્લીક કરો



શું લાભ મળશે?
• દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
• દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
• દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
• દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.
લાભ લેવા માટે પાત્રતા
તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.



લાભ મેળવવા માટે જરૂરી પુરાવા:-
દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
દીકરી નો જન્મ દાખલો
દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા—-> અહીં ક્લીક કરો

અધિકૃત વેબસાઈટ:- https://wcd.gujarat.gov.in

અરજી નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO(સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી)ની કચેરીએ જમા કરાવવું

વ્હાલી દીકરી યોજના બાબતે પ્રશ્નોત્તરી
1. વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે

Ans.વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.



2. વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?

Ans. વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *