Skip to content

ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ આગાહી

રાજ્યમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો વધી રહ્યો છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે.રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં સામાન્ય વરસાદની તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની આગાહી છે. જેમા વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ક્યાંક કોઇ જગ્યાએ ભારે વરસાદ થશે.

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ચારેય પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી, આ કચ્છ,બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. છેલ્લા 12 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ સુરતના કામરેજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે હજુ પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

2 thoughts on “ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ આગાહી”

Leave a Reply to דירות דיסקרטיות בקריות והצפון Cancel reply

Your email address will not be published. Required fields are marked *