Skip to content

રેશન કાર્ડમાં ઘરે બેઠા કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી

તમારે પણ પોતાના રેશન કાર્ડમાં કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી જરૂરી છે.સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે સરકાર ની દરેક યોજનામાં રેશનકાર્ડ જરૂરી છે. તેથી, જો તમારા પરિવારના કોઈપણ સભ્યનું નામ રેશનકાર્ડમાં સામેલ નથી, તો તમે ઉલ્લેખિત પ્રક્રિયા દ્વારા પરિવારના તમામ સભ્યોના નામ રેશન કાર્ડમાં ઉમેરી શકો છો.

રેશન કાર્ડ (Ration card) હોય પરંતુ તેમાં નવા વ્યક્તિનું નામ ઉમેરવું હોય તો તમારે સરકારી ઓફિસનાં ધક્કા ખાવાની હવે જરૂર નથી. આજે આપણે ઘરે બેઠા જ તેમાં સરકારી પોર્ટલ પર જઇને કઇ રીતે નામ ઉમેરી શકીએ તે જોઇશું. હાલ સરકાર રેશન કાર્ડ પર ગરીબી રેખાથી નીચેના લોકોને અનાજ આપી રહી છે. આ સરકારી પુરાવાનાં અનેક ફાયદાઓ છે. તો તમારે પણ પોતાના રેશન કાર્ડમાં કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી જરૂરી છે.

જરૂરી દસ્તાવેજો :–
જન્મ પ્રમાણપત્ર ( જો કોઈ વ્યક્તિ પરિવારમાં જન્મે છે, તો તેનું નામ ઉમેરવા માટે )
રેશનકાર્ડની કોપી અસલ કાર્ડ સાથે રાખવાની રહેશે.
પરિણીત મહિલા હોય તો તેનું નામ ઉમેરવા માટે આધાર કાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર અને પરિવારના વડાનું રેશનકાર્ડ હોવું જરૂરી છે.

આ પણ વાંચો:PM Kisan ના લાભાર્થીઓ માટે સારા સમાચાર, હવે ટૂંક જ સમયમાં મળશે 12મા હપ્તાના પૈસા

નામ ઉમેરવાની પ્રક્રિયા ==>
1. સૌ પ્રથમ તમારે તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જવું પડશે. (https://dcs-dof.gujarat.gov.in/)
2. આ વેબસાઈટ પર, પહેલા તમારે તમારા રેશન કાર્ડ માટે લોગીન આઈડી બનાવવું પડશે. જો તમે પહેલાથી જ આઈડી બનાવ્યું હોય તો તમારે લોગીન કરવું પડશે.
3. વેબસાઈટ પર તમને એક વિકલ્પ દેખાશે જે કહે છે કે ‘નવા સભ્ય ઉમેરો’, તેના પર ક્લિક કરો. ત્યાંથી નવું ફોર્મ ખુલશે.
4. આ પછી, નવા સભ્ય વિશે માંગવામાં આવેલી તમામ માહિતી આ પેજ પર ભરવાની રહેશે.
5. આ ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજોની નકલ પણ અપલોડ કરવાની રહેશે.
6. આ બધી પ્રક્રિયા કર્યા પછી, તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
7. સબમિટ કર્યા પછી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. તે પછી તમારું કાર્ય પૂર્ણ થશે.
8. તમે તેની પ્રક્રિયા કર્યા પછી, વિભાગના અધિકારીઓ તેની તપાસ કરશે. જો અરજીમાં ભરેલી માહિતી સાચી હશે તો ફોર્મ સ્વીકારવામાં આવશે અને રેશનકાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડવામાં આવશે.
9. જો તમે આ દરમિયાન તમારી એપ્લિકેશનને ટ્રૅક કરવા માંગો છો, તો તેનું સ્ટેટસ રજિસ્ટ્રેશન નંબર દ્વારા ચેક કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *