રાજ્યમાં 11 થી 15 સપ્ટેમ્બર સુધીમાં અતિભારે વરસાદની આગાહી:હવામાન વિભાગ

Gujarat

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઘણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અથવા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે 11 થી 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

નોંધનિય છે કે 15 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદી જોર ઘટશે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ગૂજરાત તરફ આગળ વધી રહી છે. જેથી આગામી પાંચ દીવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ ની આગાહી:-

11 સપ્ટેમ્બરના રોજ ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને દીવ નાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

12 સપ્ટેમ્બરના રોજ નર્મદા, તાપી, સુરત, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દીવ, સોમનાથ, છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

13 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, વલસાડ, સુરત, નવસારી સહિતનાં વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

14 તારીખમાં ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમન, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ આણંદ, અમદાવાદ, વગેરે જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

15 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ખેડા, અમદાવાદ, આણંદ, વડિદ્રઝ છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જુનાગઢમાં વરસાદની શક્યતા રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને બફારો તો બપોર બાદ વરસાદી માહોલ જામતા ઠંડકનો અહેસાસ થાય છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતા થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે પવન સાથે વરસદની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની સાંભવના છે.દક્ષિણ ગુજરાત ,પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.તો અમદાવાદમાં પણ 14 અને 15 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અન્ય વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શકયતા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *