Skip to content

કેપ્સ્યૂલ ગળતી વખતે તે શેમાંથી બને છે તે વિચાર્યું છે ?

આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર આપણને દવાઓ આપે છે. આ દવાઓમાં ગોળીઓ (ટેબ્લેટ) અથવા કેપ્સ્યૂલ હોય છે. આમાંથી આપણને મોટેભાગે ગોળીઓ પસંદ નથી આવતી, કારણ કે તે કડવી હોય છે, પરંતુ કૅપ્સ્યૂલમાં આવો કડવો સ્વાદ આવતો નથી. કૅપ્સૂલ કેવી રીતે બને છે અને ગોળી તથા કૅપ્સ્યૂલમાં શું ફેર હોય છે તે જાણીએ.

આપણામાંથી મોટાભાગના લોકો દવાઓ કે હેલ્થ સપ્લિમેન્ટ લેતા હોય છે, પરંતુ ક્યારેય એ નથી વિચારતા કે આ દવાઓ કે કૅપ્સ્યૂલને કેવી રીતે બનાવવામાં આવે છે? વાસ્તવમાં કૅપ્સ્યૂલને દવાઓ તથા સપ્લિમેન્ટ માટે ઉત્તમ માનવામાં આવે છે . જોકે, કૅપ્સ્યૂલ પણ અનેક પ્રકારની હોય છે. તેના આ પ્રકાર તેની નિર્માણ સામગ્રી પર નિર્ભર હોય છે જેનાથી તે બની હોય છે. મુખ્યત્વે કૅપ્સ્યૂલના બે પ્રકાર ઉપલબ્ધ હોય છે તેમાંથી એક છે પારંપરિક જિલેટિન કૅપ્સ્યૂલ અને શાકાહારી વેરાઇટીની કૅપ્સ્યૂલ.




કેપ્સ્યૂલનાપ્રકાર કેપ્સ્યૂલના મુખ્યત્વે બે પ્રકાર છેઃ-

(૧) હાર્ડ – શેલ્ડ કેપ્સ્યૂલ:-આ કૅપ્સ્યૂલમાં પાઉડર જેવી સામગ્રી હોય છે . આ કૅપ્સ્યૂલ્સમાં નાની – નાની ગોળીઓ પણ હોઈ શકે છે. તમે આ ગોળીઓ જોઈ જ હશે!
(૨) સોફ્ટ – શેલ્ડ કેપ્સ્યૂલ:- આ કૅપ્સ્યૂલમાં તેલ અને અન્ય સક્રિય તત્ત્વ હોય છે જે તેલમાં ભળેલાં હોય છે. મોટાભાગે વિટામિનની કૅપ્સ્યૂલ આ પ્રકાર ની હોય છે.

કેપ્સ્યૂલ શેનાથી બને છે ? કેપ્સ્યૂલના ઉત્પાદનમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાનારી સામગ્રી છે જિલેટિન, કારણ કે તે સસ્તું હોવાની સાથે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ કૅપ્સ્યૂલ જરૂરિયાત પ્રમાણે વિવિધ રંગ, સ્વાદ તથા આકારની બનાવી શકાય છે. જિલેટિન પ્રાણીજન્ય હોય છે. તે ક્રાફટ અને અન્ય સંયોજનના ઉત્તકોથી બનેલું હોય છે, જેમાં મુખ્યત્વે જાનવરોનાં હાડકાં અને ચામડીમાંથી લેવામાં આવેલા એમિનો એસિડ હોય છે. આથી જ કેટલાક લોકો કેપ્સ્યૂલ ખાવાનું પસંદ કરતા નથી. જોકે, હવે તો વનસ્પતિઓના ઉપયોગથી પણ કૅપ્સ્યૂલ બનાવવામાં આવે છે. ખાસ કરીને શાકાહારીઓને ધ્યાનમાં રાખીને તે બનાવવામાં આવે છે. આવી કૅપ્સ્યૂલના રેપર પર સ્પષ્ટ રીતે 100 % શાકાહારી એવું લખેલું હોય છે.



photo_2022-05-11_10-12-28

ગોળીઓ અને કેપ્સ્યૂલમાં આ ફેર હોય છે. ગોળી ખાંડ કે અન્ય કોઈ ગોળીઓ પદાર્થનું આવરણ ચઢાવેલી કેપ્સ્યૂલ કરતાં ગોળીઓ સરળતાથી કૅપ્સ્યૂલ સંવેદનશીલ દવાઓના બે સસ્તી હોય છે. સ્પિલ્ટ થઈ શકે છે, પરંતુ તે કૅપ્સૂલની કે તેથી વધુ મિશ્રણોને લાંબો સમય હોઈ શકે છે. આ સિવાય તે વિવિધ રંગ, સ્વાદ, આકારમાં મળતી હોય છે. ગોળીઓનું ઉત્પાદન કૅપ્સૂલની સરખામણીમાં સસ્તું હોય છે જ્યારે કૅપ્સ્યૂલ પણ ગોળીની જેમ એક દવા જ છે, પણ તેમાં તેલ અથવા પાઉડર હોય છે. જેમ તમારા શરીરમાં ઝડપથી ઓગળી જતી નથી. સુધી સ્ટોર કરી ગોળીઓની સરખામણીમાં કૅપ્સ્યૂલને સરળતાથી ગળી શકાય છે . શકે છે, કારણ કે તેના કન્ટેનર ( કૅપ્સ્યૂલમાં ) ઓક્સિજન પ્રવેશ કરી શકતો નથી .




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *