Skip to content

ઈલેક્ટ્રોનિક વસ્તુપર CE કેમ લખ્યું હોય છે ? તેનોમતલબ ખબર છે ?

ઈલેક્ટ્રોનિક વસ્તુપર CE કેમ લખ્યું હોય છે ? તેનોમતલબ ખબર છે ?

ઈલેક્ટ્રોનિક વસ્તુપર CE કેમ લખ્યું હોય છે ? તેનોમતલબ ખબર છે ?
ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર અનેક પ્રકારના માર્ક બનેલા હોય છે.આ માર્ક સુરક્ષા સહિત અનેક બાબતની ગેરન્ટી જેવા હોય છે એટલે કે તે પ્રોડક્ટને બનાવવામાં ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.આવો જ એક માર્ક વિશેષ રીતે લખેલા CE નો હોય છે.આ માત્ર ડિઝાઈન નથી,પણ પ્રોડક્ટ વિશે ઘણું જણાવે છે.

આપણે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કરીને ખરીદીએ છીએ ત્યારે તેનું પેકિંગ ખાસ કરીને તેની પ્રાઈસ મેન્યુફેક્ચરિંગનું વર્ષ જોઈએ છીએ , પરંતુ ધ્યાનથી જોશો તો તે પેકિંગ કે ખોખા પર બીજી અનેક બાબતો લખેલી અને અમુક પ્રકારના સિમ્બોલ કે માર્ક હોય છે . મોબાઈલ કે લેપટોપના ચાર્જર સહિત અનેક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર વિશેષ રીતે લખેલા CE નો સિમ્બોલ બનેલો હોય છે . વાસ્તવમાં આ એક વિશેષ પ્રકારનો ટેગ છે , પરંતુ લોકો તેને નજરઅંદાજ કરી દે છે અને તેનો મતલબ શું થાય તે જાણતા નથી . તો આજે આ ટેગનો શું મતલબ થાય છે અને તેનું મહત્ત્વ શું છે તે જાણીએ .

CE માર્ક 1993 માં લોન્ચ થયો CE માર્કિંગને કાઉન્સિલ ઓફ ડાયરેક્ટિવ તરફથી 22 જુલાઈ , 1993 માં લૉન્ચ કરવામાં આવ્યું હતું . સીઈ માર્ક લગાવ્યા પછી જ તેઓ મેન્યુફેક્ચરર પોતાની પ્રોડક્ટને યુરોપમાં વેચી શકે છે . યુરોપિયન ઇકોનોમિક એરિયા ( EEA ) હેઠળ આવતા દેશોમાં પ્રોડક્ટ વેચવા માટે સીઈ માર્ક અનિવાર્ય હોય છે . આ માર્ક એ દરેક પ્રોડક્ટ પર જરૂરી છે જે 24 યુરોપિયન નિર્દેશને ધ્યાનમાં રાખીને બની છે . એવું પણ કહેવાય છે કે યુરોપિયન દેશોમાં વર્ષ 1985 થી બધા જ ઈલેક્ટ્રોનિક સામાનની પાછળ CE નો માર્ક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું . જોકે , પહેલાં આ નિશાન CE ની જગ્યાએ EC કરાતું હતું .
ચીનનો નકલી CE માર્ક ઘણી કંપનીઓ નકલી એટલે કે અસલને મળતો આવતો CE માર્ક બનાવી દે છે . તે દેખવામાં તો અસલ જેવો હોય છે . ઘણી ચાઈનાની કંપનીઓ આ પ્રકારે નકલી CE ( અસલથી થોડો અલગ ) માર્ક લખીને પોતાનો માલ દુનિયાભરમાં વેચે છે , પરંતુ ચાઈના પોતાની બદમાશી બતાવતા કહે છે કે આ CE નો અર્થ ચાઈના એક્સપોર્ટ છે !
CE માર્ક પ્રોડક્ટની સુરક્ષા ગેરન્ટી વિશે જણાવે છે . જો કોઈ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર આ માર્ક બનાવેલો હોય તો તેનો અર્થ એ થાય છે કે આ માર્ક દ્વારા મેન્યુફેક્ચરર એવી ગેરન્ટી આપે છે કે આ પ્રોડક્ટ બનાવવામાં બધા જ યુરોપિયન યુનિયનના સેફ્ટી રિક્વાયર્મેન્ટ ( સુરક્ષા માપદંડ ) ને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે . હવે CE નો અર્થ જાણીએ . તેનો અર્થ કોન્ફોર્મિટ યુરોપિયન ( Conformite Europeenne ) થાય છે . આ એક ફ્રેન્ચ શબ્દ છે . જ્યારે મેન્યુફેક્ચરર CE માર્કિંગનો ઉપયોગ કરે છે ત્યારે તે પોતે જ ગેરન્ટીને સુનિશ્ચિત કરે છે . એટલે કે મેન્યુફેક્ચરરે પ્રોડક્ટ બનાવતી વખતે તમામ પ્રકારના ટેસ્ટ્સ અને સંપૂર્ણ તપાસ કરી છે . આ ઉત્પાદન યુરોપિયન દેશોના સ્વાસ્થ્ય , સુરક્ષા , પરફોર્મન્સ અને પર્યાવરણની જરૂરિયાત પર ખરું ઊતરે છે કે નહીં તેવા 24 માપદંડોને ધ્યાનમાં રાખીને બનેલું હોય છે . તેથી જ દુનિયાભરમાં CE માર્કિંગ સ્ટાન્ડર્ડ ગણાય છે.
અસલી CE માર્ક અસલી CE માર્કમાં C અને E લખેલા હોય છે . આ માર્કમાં લખવામાં આવેલા સીમાં અડધું સર્કલ હોય છે અને ઈ પણ અડધા સર્કલમાં બનેલો હોય છે . બંનેના સર્કલની સાઈઝ સરખી હોય છે . જો સ્પેસની વાત કરીએ તો હાફ સર્કલમાં બનેલા બંને આલ્ફાબેટ એક સર્કલમાં આવી જાય તેટલા નજીક બનેલા હોય છે . એટલે કે સી લખેલા સર્કલને પૂરું કરી દે તો તે ઈને કાપી નાખશે , પરંતુ તે સર્કલની બહાર નહીં જાય.
ડબલ સ્કવેરનો અર્થપણ જાણો ઘણી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર ડબલ સ્કવેરનો સિમ્બોલ હોય છે . જેમાં એક મોટા સ્ક્વેરની અંદર બીજો નાનો સ્ક્વેર હોય છે . આનો અર્થ થાય છે કે આ પ્રોડક્ટ ડબલ ઈન્સ્યુલેટ છે . જેને ક્લાસ સેકન્ડ સિમ્બોલ પણ કહેવામાં આવે છે . તે એ પણ દર્શાવે છે કે આ ચાર્જરને અર્કિંગની કે અન્ય કોઈ સેફ્ટી કનેક્શનની જરૂર નથી . તે એ પણ જણાવે છે કે ડીસી આઉટપુટ વાયર એસી ઈનપુટની સાથે આઈસોલેટેડ છે .
2 thoughts on “ઈલેક્ટ્રોનિક વસ્તુપર CE કેમ લખ્યું હોય છે ? તેનોમતલબ ખબર છે ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *